નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) ના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતો (Farmers) અંગે રાજસ્થાન (Rajasthan) ના ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'કેટલાક તથાકથિત ખેડૂત કૃષિ કાયદાનો વિરોધ કરી આંદોલન કરી રહ્યા છે. આ તથાકથિત ખેડૂતો કોઈ પણ આંદોલનમાં ભાગ લેતા નથી પરંતુ ખાલી સમયમાં ત્યાં બેસીને બિરિયાની અને ડ્રાઈફ્રૂટ્સનો આનંદ લઈ રહ્યા છે. આ બધુ તેમને બર્ડ ફ્લૂ (Bird Flu) ફેલાવવાનું ષડયંત્ર છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર્દનાક!, 10 વર્ષના બાળકનો મૃતદેહ મસ્જિદની છત પરથી મળી આવ્યો, ઘટના વિશે જાણીને અરેરાટી થશે


ભાજપ  વિધાયક મદન દિલાવરે વધુમાં કહ્યું કે 'ખેડૂતોની વચ્ચે આતંકવાદી, લૂટેરા અને ચોર હોઈ શકે છે અને તેઓ ખેડૂતોના દુશ્મન પણ હોઈ શકે છે. આ બધા લોકો દેશને બરબાદ કરી શકે છે. જો સરકાર આંદોલન સ્થળોથી તેમને નહીં હટાવે તો બર્ડ ફ્લૂ એક મોટી સમસ્યા થઈ શકે છે.'


અત્રે જણાવવાનું કે દિલ્હી (Delhi) માં દોઢ મહિનાથી પોતાની માગણીના સમર્થનમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે કેન્દ્ર સરકાર સતત વાર્તા કરીને સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે. આ બધા વચ્ચે ભાજપ નેતા મદન દિલાવરનું આવું વિવાદિત નિવેદન રાજકીય વિવાદને હવા આપી શકે છે. મદન દિલાવરનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ વાયરલ થઈ રહ્યું છે. 


Blackout in Pakistan: પાકિસ્તાનમાં વીજળી ડૂલ, ઈસ્લામાબાદ અને કરાચી સહિત અનેક શહેરો અંધારામાં ડૂબ્યા


ખેડૂત નેતાઓએ કરી ટીકા
ભાજપના પ્રદેશ મહામંત્રી મદન દિલાવરના નિવેદનની ખેડૂત નેતાઓએ આકરા શબ્દોમાં ટીકા કરી છે. આ નેતાઓએ મદન દિલાવર પર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો આરોપ લગાવ્યો છે. અખિલ ભારતીય કિસાન મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષ દુલીચંદ બોરદાએ મદન દિલાવર દ્વારા અપાયેલા નિવેદન પર પલટવાર કર્યો છે. 


બોરદાએ કહ્યું કે મદન દિલાવર અને ભાજપના નેતા કિસાન આંદોલન શરૂ થતા જ બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. અલોકતાંત્રિક રીતના નિવેદનો આપીને કિસાન આંદોલનને ખતમ કરવાની કોશિશ થઈ રહી છે. પરંતુ આંદોલન પર  ભાજપના નેતાઓના નિવેદનોની કોઈ અસર થવાની નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube